Get daily news for education , circular, job, etc....

adstera

kannu latkan
 કાનનું લટકણ !

      રીક્ષાની કીક લાગી ને ધૂમાડો કાઢતી ચાર રસ્તેથી આગળનાં રસ્તા પર દોડવા લાગી . રીક્ષા પુરઝડપે ભાગી રહી હતી . રીક્ષા હાંકવાવાળા રામુ ને રિક્ષામાં બેસવા વાળી મેડમ વારે વારે ..જલ્દી ચાલો ...ભઈ.... ભઈ.....! નાં ગડદા લગાવતી હતી . હવે રાજકોટનો હાઇવે હતો કોઈ રતનપરનો રસ્તો તો હતો નય કે બસ લીવર આપયુને સવારી નીકળી ગઈ . ' હા , મેડમ ! ' કહી બિચારો મેડમ ને મનાવતો રહ્યો કે હાકું છું મેડમ .. પણ જરા ટ્રાફિક જવા દો. ..તમને ....હું સમયસર પોહચાડી દઈશ .
       પણ આજે ધરપત કોને છે !
      સફેદ શર્ટ ને કાળા જીન્સમાં સજ્જ યુવતી કોઈ હાઇફાઈ પરિવારની નબીરી લાગતી હતી . ચેહરો પૂરો ગોળ કે લંબચોરસ નહીં પણ એક નજર પડે તો બીજી વાર તમારી નજર ખેંચી જાય એવો આકર્ષક ! હરણની કેડ જેવી હડપચી ને મન મોહી લે એવી યુવતી ક્યાંક જવા બેબાકળી બની હતી . હજી એનું શરૂ હતું .
   ' ભાઈ , જરા ઉતાવળ રાખો .. મારે મોડું થાય છે ! '
   ' હા , મેડમ ! તમે ચિંતા કરશો .  દસ મિનિટમાં તમને હું કાલાવડ રોડ પર ઊતારી દઈશ . ' રામુ ખૂબ વિનયથી કહ્યું .
   ' હા , સાચું ...પણ જરા ઉતાવળ રાખો . ' કહી યુવતી એના ફોનની ડિસ્પ્લે માં ખોવાઈ ગઈ.  ફોનમાં આમેય ઘણું બધું ખોવાયું છે તે યુવતી પણ ...!
     હજી એણે કદાચ પાસવર્ડ ખોલ્યો હશે ...ત્યાં તો ફોન ગરજી ઉઠ્યો કે ...કોઈ સંપર્ક કરવા ઈચ્છે છે . ..
   ' હા , વિલ....ક્યાં છે ? '
' .........! '

 ' હું આવું છું . રસ્તામાં છું . બસ દસ મિનિટમાં પોહચુ છું . ! '
    અને ...
  ' ભાઈ જરા ઉતાવળ રાખો ને . હું મોડી પડી છું જરા ...સ્પીડ વધારો ને ? '
  ' હા , મેડમ . રામુ વળી શાંતિથી જવાબ આપ્યો .
' શું હા , મેડમ . ક્યારના તમે હા ,મેડમ કરો છો પણ સ્પીડ તો રાખતા નથી.....ભાઈ હું ક્યારની કહું છું કે મારે મોડું થાય છે ...જરા ઉતાવળ રાખો પણ તમે તો ભાઈ હા , મેડમ સિવાય કંઈ કરતા નથી.  સાઇકલ જેવી રીક્ષા ક્યારે મને પોહચડશે . ..'
    ' હા , મેડમ ! '  રામુએ માત્ર એટલો જવાબ આપ્યો .
    રૂપાળી યુવતી ગુસ્સાથી તમતમી ઉઠી.  પણ હવે કોઈ ઉપાય નોહતો .
    .....રીક્ષા દોડી રહી હતી .
    યુવતી મનમાં વિચારી રહી કે આજનો દિવસ બુન્ડિયાળ છે .. સવારથી હેરાન થાઉં છું .
     એક તો આજે સવારે બસ ચુકી ગઈ . ને લકઝરી મળી તો પૂરો રસ્તો ઉભા ઉભા આવવું પડ્યું . ને એકતો છેક જૂનાગઢ થી આવી હતી ને એમાંય પ્રવાસ ! પોતાની કિસ્મત ને કોશતી રહી રિક્ષામાં બેસી રહી .

        જૂનાગઢ માં કોલેજના ત્રીજા વર્ષમાં હતી . આજે આમ તો કોઈ બાપ દીકરીને કોલેજમાં જાવા દેવા તૈયાર નથી પણ જાનકી ના કિસ્મત સારા હતા . પિતા શિક્ષક હતા તો દીકરીને પુરી પાંખો ઉડવા આપી હતી . પણ પહેલાં એમણે દીકરીને એટલું કહ્યું હતું કે , ' મારી ઝમકુડી.. બેટા તને ગમે કર અને આગળ વધ . તને દરેક મુસીબતમાં મદદ કરવા તારો બાપ છે પણ બેટા ...મને લાંછન લાગે એવું કરતી. . ' ને જાનકી પિતાનું અભિમાન બની દરેક પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી હતી . પણ અચાનક કોલેજ ની મંજૂરી રદ થતાં એને રાજકોટ આવવું પડ્યું .
    લગભગ એક મહિનો કૉલેજના ધક્કા ખાધા ત્યારે માન્ડ આમ , રીતે અડધા વર્ષે પ્રવેશ નો મેળ ખાધો . હવે અહીં રાજકોટ અભ્યાસ કરવાની હતી . એનાં એક સબંધી ની દીકરી વિલાસ પણ કોલેજમાં અભ્યાસ કરતી હતી . ફોન પર વાત કરતા જાનકી અને વિલાસ વચ્ચે ટ્યુનિંગ જામી ગયું.  ને બધું પેકીંગ કરી અહીં આવવા રવાના થઈ ગઈ .
    આજે પ્રવેશ મળ્યા ના બે દિવસ વીતી ગયા હતા . ઓરીજનલ ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાના હતા . હવે જો આજે મોડું થાય તો એને વળી બીજી કોલેજના પગથિયાં પર પોતાના સેન્ડલ ના તળિયા ઘસવાનાં દિવસો આવે  . પણ આજે એનું નસીબ ઊંધું હતું . પેલા તો બસ ચુકી ને પસી રીક્ષા ...એને ઉતાવળ હતી .
   ને રીક્ષા ધીમે ચાલી રહી હતી . હવે તો છૂટકો નોહતો ...
        દસ ના બદલે વીસ મિનિટ પછી રીક્ષા કાલાવડ રોડ પર મહિલા કૉલેજના ગેટ આગળ આવી ઉભી રહી. 
           ★★★★★★★
      બહુ મોડુ થઈ ગયું નો બબડાટ કરતી જાનકી હવે કોલેજમાં હતી.  હા , મોડું થયું હતું છતાં ડોક્યુમેન્ટ સબમિટ કરાવવા જે સમય આપેલો હતો પ્રમાણે તો સમયસર હતી . દસ મિનિટ પછી પટ્ટાવાળો જાનકી ને બોલાવી ગયો.  પ્રિન્સિપલ ની ઓફીસ માં જાનકી ગઈ.  આચાર્ય સામે બહુ ડાહી બની ઉભી રહી . પૂછેલા પ્રશ્નના જવાબ આપ્યા ...ને છેલ્લે પોતાનાં ઓરીજનલ પ્રમાણપત્ર જમા કરાવી બાહર નીકળી .
   વિલાસ એની રાહ જોઈ રહી હતી .
  ' કેમ , કામ પૂરું ને ? '
  ' હા , ...! '

 ' કેવું રહ્યું....? '
  ' બસ સારું . પણ તમારા રાજકોટના રિક્ષાવાળા માથાનો દુઃખાવો કરી નાખે એવા છે . ! '
' કેમ શુ થયું ...? '
' કાંઈ નહીં ..હતો એક રીક્ષા વાળો .. લોહી પી ગયો હતો.. હા , મેડમ ...હા , મેડમ કહી મારું માથું પકાવી નાખ્યું પણ રીક્ષા હાંકી હાંકી ! મેં કીધું ભાઈ , મારે મોડું થાય છે .. જલ્દી હાંક , ઉતાવળ રાખ !  પણ તો એટલું બોલે કે હા મેડમ .. મગજ છટકાવી દીધું...' ને જાનકી પોતાનાં રેશમી વાળ ને એક હાથેથી સહેલાવ્યાં ...
   ' જાનકી શું ...? આમ કેમ ? ' વિલાસે અચાનક પૂછ્યું .
' કેમ , શુ છે ? '
' શુ શુ.. એક કાનમાં કેમ લટકણ પેર્યું છે .. જૂનાગઢમાં એક કાનમાં પેરવાની ફેશન છે ? '
' શુ એક કાનમાં ...! ' કહી જનકીએ પોતાના કાન તપાસ્યા . એક કાનમાં લટકણ હતું ...એક કાનમાં લટકણ નોહતું .
  ' ના , યાર ! ઘરેથી તો બેય કાનમાં હતા .. ના જાણે ક્યાં ગયું .  યાર આજનો દિ ભંગાર છે ...' કહી જાનકી લમણે હાથ દઈ બેસી ગઈ .
  ' કેમ શુ થયું ..કિંમતી હતું...? '

 ' હા , પપ્પા આપ્યું હતું. કોલેજમાં પેલા વરસમાં પ્રથમ નમબરે  પાસ થઈ ત્યારે ....સાચા હીરાનું છે ...શુ થશે મારુ ? '
   ' હે ...હીરાનું ? '
   ' હા , પપ્પાએ લટકણ મને અપાવવા માટે એક વર્ષ સુધી બચત કરી હતી.  કેટલી મહેનતથી એમણે મને ભેટ આપ્યું હતું . ને મેં આજે એને ખોઈ નાખ્યું....'
    કહી જાનકી ની આંખના આંસુ આવી ગયા .
    વિલાસ ગમે તે થાય મારે શોધવું પડશે ...હું જાવ છું ...
  ' એમ નહિ .હું પણ આવું છું . ' કહી બેય લટકણ શોધવા નીકળી પડી.
   ' જો રીક્ષા વાળો મળી જાયને તો ...મને લાગે છે કે મારું લટકણ એની રિક્ષામાં પડી ગયું હશે ....
'
' જો એમ થયું ને જાનું તો માની લે કે તો ગયું. કોણ રિક્ષાવાળો કિંમતી લટકણ પરત આપે ?
      વાત પણ સાચી હતી સમયમાં કોઈ મળેલો ગ્લાસ નથી આપતા તો સાચા હીરાનું લટકણ તો ...સપનામાં રામ ભજો ભાઈ !!!

     ને બન્ને પહલા તો મેદાનમાં જોવા લાગી.  જાનકી જ્યાંથી આવી ઇયા થી ઓફીસ સુધી બન્ને લટકણ શોધવા લાગી .
     બન્ને મેદાનમાં કોઈ ગાંડાની જેમ શોધતી હતી ...ત્યાં જાનકી કૉલેજના મેદાનમાં એક ખૂણામ એક રીક્ષા જોઈ .
   એને કઈક અણસાર આવ્યો ને ભાગી .. જાનકી ને આમ ભાગતી જોઈ વિલાસ તો ઘડીભર  દિગ્મૂઢ બની ગઈ .
  રીક્ષા પાસે જઈ બરાડી ...
   ' વિલ .... રિક્ષામાં હું આવી હતી...! હરામખોર તો મારું લોહી પી ગયો છે પણ કોલેજના મેદાનમાં રીક્ષા અહી શુ કરે છે ? '
વિલાસ નજીક ગઈ ને રીક્ષા જોઈ ચમકી....
  ' તું રિક્ષામ આવી ...'
 ' હા... રિક્ષામાં ....'
    ' અરે તું તો મરાવી નાખીશ....ભાગ ....જલ્દી ભાગ......! '
' કેમ શુ થયું ? ! '
 ' .......ભાગ..... ! '

  કહેતી વિલાસ ભાગવા માંડી અને કંઈ સમજ્યા વિના જાનકી પણ !
     બન્ને ભાગતી રૂમમાં બેસી ગઈ. 
  ' હાશ બચી ગયા ! '
   ' કેમ શુ થયું ? '
  ' બધું સમજાઈ જશે....અહીં બેસી જા ! '
   ને બન્ને બેન્ચ પર બેસી ગઈ . આખો વર્ગ બેઠો હતો . વાતો ના વડા ! બીજું તો હોય પણ હું .....
   ને લોબીમાં કોઈના પગલાં પડતા સંભલાયા !
   આખો વર્ગ અચાનક ચૂપ થઈ ગયો .
    એક પાતળા , ઊંચા , ચશ્મા પહેરેલાં , સામન્ય કપડા પહેરેલાં , પગમાં સ્લીપર , શર્ટ કદાચ ઘણાં વર્ષો જૂનું હ્હે....એવા એક ભાઈ આવ્યા .   

 ' ગુડ આફટરનૂન સર ! '
  ' બેસો...! '
   ને આખો વર્ગ શાંત ....
    બેન્ચ પર બેઠા પછી જ્યારે જાનકી ની નજર ભાઈ પર પડી તો એની નીચેની જમીન હલી ગઈ .
    ભાઈ બીજું કોઈ નહીં પણ જે રીક્ષા ચલાવતો ભાઈ હતો હતા ....
        હવે એનાં મોતિયા મરી ગયા .
         હવે શુ થશે ?
       પણ જયારે રામુ જાણે કઈ જાણતાં હોય એમ એનો પરિચય લીધો ત્યારે એના મનને શાંતિ થઈ .
        ને ...
     ' હું રામજી સવજી ...આપનો ઇતિહાસ નો વિષય લઈશ ..આશા છે કે આપણું વર્ષ સુખરૂપ જશે .. '

    ને....
     ' હા , તો મિસ જાનકી આપ ઓફિસમાં આવજો ...! '
    કહી જતાં રહ્યાં .
        થડકતા હૃદયે ઓફિસમાં ગઈ . ખુરશી માં સાહેબ બેઠા હતા .
    ' સર આવું ? '
   ' હા , ! '
      અને ટેબલ પાસે પોહચી તો ..
    ' તમારું વસ્તુ મારી રિક્ષામાં પડી ગઈ હતી . પાછળથી અવાજ કરયો પણ તમે જવાબ આપ્યો.... ને ઉતાવળે જતા રહ્યા . રીતે બેદરકાર બનવું. .ને ઉતાવળ કરવી.. ' કહી લટકણ હાથમાં મૂકી જતાં રહ્યાં .
    પરત આવી ને વિલને પૂછ્યું તો ખબર પડી કે અનાથ છે ને રીક્ષા હાંકી પોતાનું ગુજરાન ચલાવે છે ને પૂરો પગાર અનાથાલય ને આપી દે છે.  સૌથી કડક અને સૌથી શ્રેષ્ઠ પ્રોફેસર છે કોલેજના ...
    ને જનકીની આંખો ઝળહળી ઉઠી .

     જાનકી કયાંય સુધી હાથમાં રહેલાં લટકણ ને જોઈ રહી. 

Popular Posts

Back To Top