Get daily news for education , circular, job, etc....

adstera

પરિણામ - બીજા દિવસે છાપામાં એચ ટાટ પાસ યુવાન 19 મહિના થવા છતાં ભરતી ન આવતા આપઘાત કરી લેતા મૃત્યુ પામ્યાના સમાચાર હતા


પરિણામ

  ' લો , આવી ગયા આચાર્યશ્રી . બધાં ગોઠવાઈ જજો હો ...આચાર્યશ્રી બવ કડક છે . હા , વારો પાડી દેહે...જો આડા અવળા થયાં તો ! ' નિકુલ આવતાં સમીર બોલી ઉઠ્યો .
' સાહેબો હજી અહીંયા સે ...નિહાળે નથી ગયા , ચાલો ભાઈ સૌ સૌનાં વર્ગમાં હાલતા થાવ ! ' નિકુલ પણ ગાજયો જાય એવો નોહતો . એણે પણ નેહલા પર દેહલા જેવો કટાક્ષ કરી રહ્યો .
     ગામનાં ઝાપે યુવાનોનું આજે ટોળું વળ્યું હતું . બધાં ભેગા મળી એકબીજાની ટાંટિયા ખેંચી મશ્કરી કરી રહ્યા હતા . કોઈ નવરા બાપની કે નવરા યુવાનોનું જુન્ડ નોહતું પણ ગામનાં સૌથી વધુ શિક્ષિત યુવાનોનું મંડળ હતું . હવે કોઈ મકાન ભાડે રાખી તો મંડળ ચલાવી શકે ને ?
     એટલે એમણે નક્કી કરેલું કે દર બુધવારે સવારે દસ થી એક સાથે મળવું . ચર્ચા કરવી અને કોઈ નવું અપડેટ આવ્યું હોય તો જાણવું અને બીજાને જણાવવાનું ! શનિ રવિ માં સમૂહ પરીક્ષા ની તૈયારીમાં હોય , ક્યાંથી બસ મળશે... કોણ કોનેક શહેરમાં આવ્યા છે , કેટલું દૂર છે , કયો રૂટ સૌથીટૂંકો અને વાજબી ભાવે પડશે એની વાત થતી . તો ગઈ પરીક્ષામાં જગ્યાએ કોઈનો નમ્બર આવ્યો હોય તો જગ્યાના રીવ્યુ લઈ એની વ્યવસ્થા કરવામાં આવતી . કામ કરવા કેટકેટલી તૈયારી ...કરવી પડે સે ને !
        આજે વળી બુધવારે બુધવારી ભરાઈ હતી . ને સૌ આવી ગયા હતા પણ એનાં બોસ કહો કે તંત્રી , મેનજર કે જેકહો તે હજી નોહતા આવ્યા ... નિકુલની બધાં રાહ જોઈ રહયા હતા . હવે જ્યારે ખૂબ મોડેથી નિકુલભાઈ આવ્યા ત્યારે એમની પણ પટ્ટી પાડવામાં આવી . કેમકે માત્ર એવા ઉમેદવાર હતા ( નોકરી માટે ! ) જેમણે એચટાટ પાસ કરી હતી , 110 ગુણ હતાં પણ કઈ હતા . આખરે આવી ગયા .
 ને ....
   ' ચાલો , રવિવારે કોણ કોણ જવાનું છે ? '
લગભગ બધાં હાથ ઉપર થયા , ઠીક છે આપણે સૌથી પહેલા તો જિલ્લાવર ગોઠવી દઈએ...ને ગોઠવણી બે કલાક ચાલી .
 સૌનું કામ થઈ ગયું હતું .ધીરે ધીરે સૌ વિખરાવા લાગ્યા . આમેય કામ પૂરું થાય પછી વિખરાવાનું હોય છે .સૌ જવા લાગ્યા પણ નિકુલ કોઈ નિરાંત હોય એમ શાંતિથી બેઠો .
   કદાચ બીજી મિટિંગ હશે .
તે કોઈ ઊંડા વિચારમાં હતો . 19 મહિના થઈ ગયા .
    હા , આજથી 19 મહિના પહેલા એણે એચ ટાટ ની પરીક્ષા આપી હતી ને ઝળહળતી સફળતા મેળવી હતી . 110 ગુણ લઈ આવ્યો હતો .
   દિવસે કેટલો ખુશ હતો .  આજે જીવનની સૌથી મહત્વની પરીક્ષા આપવા જઈ રહ્યો હતો . ઘરેથીમાબાપના આશીર્વાદ લઈ ચાલ્યો . છેક રાજકોટ નમ્બર આવ્યો હતો . તોય કેટલો ખુશ હતો .
    હેમખેમ પોહચી ગયો ને પેપર પણ આપી દીધું .
   પરિણામ 110  ગુણ !
    હવે તો ઘણાં બધાં સ્વપન સેવવા લાગ્યો . કેમકે હવે મા બાપે કરેલી મજૂરી નો બદલો આપવાનો સમય હતો .
દિવસે એને થયું હતું કે બસ હવે ભરતી આવી જાય ને તો ઘરનું બધું દુઃખ , બધી હેરાનગતિ ને તમામ મુશ્કેલીઓ બળી જાય . દિવસે એની આંખમાં આંસુ આવી ગયા હતા જે દિવસે એનું પરિણામ જાણ થયું હતું . કેમકે દિવસે એને થયું કે હવે પુરા ઘરને ખુશી આપી શકશે . ઘરનો ટેકો બની શકજે .
પણ સાદા , સાચા અને પ્રામાણિક માણસોનાં આનન્દ નો અમય બહુ ટૂંકો હોય છે . ને જ્યારે એક મહિનો વીતવા છતાં ભરતી ની જાહેરાત આવી ત્યારે થોડો ઝાંઝવણો થઈ ગયો હતો  .
  ' કા , બેટા ! આવી જાહેરાત ! ' નિકુલ દરરોજ છાપાં ઉઠલાવતો, પણ નિરાશા હાથ લાગતી . જાહેરાતો , બળાત્કારો , ખૂન , નેતાનાં ખોટા અને સ્વાર્થી નિવેદનો અને જોઈ શકાય એવી નટીઓના ઉઘાડા શરીર થી ભરેલી જાહેરાતો..... સિવાય કંઈ નોહતું આવતું . આજ આવશે.... કાલ આવહે...ની રાહમાં નિકુલ વધુ એક દિવસ ની રાહ જોવા તૈયાર થઈ જતો .
   છાપું વાંચી વળી પુસ્તકો માં ખોવાઈ જતો . બપોરે જમવા બેસતો ત્યારે થાળીમાં આવતાં શાક રોટલી ને છાશ પર ક્યાંય સુધી જોઈ રહેતો . છાશમાં , શાકમાં , રોટલીમાં એને એનાં માબાપના પરસેવાની ફોગટ થતી આશાઓના તાણાવાણા દેખાતાં ! કંઈ બોલી હકતો . મૂંગો મૂંગો ગળચી લેતો એમ કહીએ તો ખોટું કહેવાય . કોઈ ભૂલ કરતો હોય એમ ઝટપટ થાળી પરથી ઉભો થઇ જતો .
  ' કેમ બેટા ! ભૂખ નથી...લાગી .. ? ' બાપ તો જાણતો હતો કે કેમ ઉભો થયો પણ પૂછવું તો પડે ને ?
' કઈ નહિ . કઈ કામ કર્યા વગર તો ભૂખ પણ શું લગે બાપા ! ' બાપાના કઈ તડકામાં ધોળા નોહતા થયા . બધું જાણતા હતા પણ બસ એનું મન તોડવા માંગતા હતા .
ને પસી માબાપ પણ ઉભા થઈ જાય ને ! બે મહિના પહેલા મહિને દોઢ મણ ઘઉં ના બદલે વખતે માત્ર 18 કીલો લોટમાં પૂરું મહિનો આવી ગયો ત્યારે નિકુલની મા બધું સમજી ગઈ . હવે ભરતી આવ્યા પસી લોટ વધવાનો ...કેવું અજબ છે દુનિયાનું ચક્ર ! ખાવાનું હોવા છતાં જો ખાઈ શકાતું હોય તો એનાથી સૌથી મોટું કમ ભાગ્ય બીજું તો હું હોય ?
  થાળી પરથી ઉભા થઇ વાડીની વાટ પકડતો .
   બપોરે થોડું ચાલી જવાય ને કસરત પણ થાય ..ને વાડી મીઠી ઊંઘ પણ આવે .. હતાં નિકુલના ભર બપોરે વાડીએ જવાનાં !
 વાડીએ જઈ ઝૂંપડીમાં આડો પડી જતો. 
   એની આંખોમાં ઊંઘ નોહતી . તો ખુલ્લી રહેતી . થોડી વાર પસી માંથી પાણી નીકળી જતું . કોઈ અવાજ વગર ! અવાજ વગરનું રુદન કેટલું હ્ર્દયદ્રવી હોય છે ને ?
   નિકુલને એનું ગયું ગુજર્યું ભૂતકાળનું રૂપ યાદ આવતું .
    બારમાં ધોરણ સુધી તો મફત હતું પણ હવે ...
    પીટીસી કોલેજમાં એડમિશન મળ્યું ત્યારે ઘરમાં કેટલી ખુશી આવી ગઈ હતી . ભાઈ ભાઈ .. હવે તો શિક્ષક પાકો હો ભાઈ ...
    પણ એડમિશન વખતે એની મા ના કાન સુના થઈ ગયા હતા દ્રશ્ય ભુલ્યો નોહતો . મનમાં તો ખૂબ કચવાટ અનુભવતોહતો પણ બાહર ખોટો ડોળ કરતોહતો .
હસતો હતો . ને એમ ઘૂંટાતો ઘૂંટાતો પીટીસી કોલેજ પોહચી ગયો .
પણ દર મહિને આવતાં પાઠ , જવા આવવાનો ખર્ચ , ફરજીયાત શાળામાં ઇનામ આપવાના કોલેજના ફતવા , ફરજીયાત સ્પર્ધા ને ફરજીયાત માં ને માં એનાં ઘરે એક એક વસ્તુ ઓછી થતી ગઈ .
ગામમાં પેલો હતો જે પીટીસી કરવા ગયો હોય . તો એનાં ઘરે લાઇન લાગી...
 ' મારી દીકરી સે ...'
'મારી ભાભીની બેન છે તમે કહો તો વાત ચાલવું ? '
' મારા કાકાની છોકરી છે . બવ હારા વાળા સે ...'
નતનવી ઓફર આવવા લાગી . પણ અત્યારે તો પિતાને પોતાનાં છોકરા ને ભણાવવા માં ધ્યાન હતું .
  બે વરહ પુરા થયા ત્યાં ઘણું ઓછું થયું ...
   પણ પછી એનો અંત આવ્યો . ટેટ ,ટાટ , પરીક્ષા આવતી રહી . ફોર્મ ભરતો રહ્યો . પણ ગજ વાગ્યો .
પણ એચ ટાટ આવી ને નસીબે યારી આપી . 110 લઈ આવ્યો. હવે તો સાહેબ નહીં સાહેબો નો પણ સાહેબ બનવાનો હતો .. ને દિવસે નિકુલના બાપે ગામ આખામાં પેંડા વેહચ્યા હતા .
 હવે વાર કરાય એમ માની ...
    એક સુંદર ને સરળ ...ગરીબ પણ ખાનદાન કુટુંબ માં નિકુલની સગાઈ પણ કરી દીધી . બધું હવે સમુતરું પાર પડતું હોય એમ લાગતું હતું . ને નિકુલ ને છાયા એક તાંતણે બંધાઈ ગયા .
   હવે તો બસ ભરતી આવે ને ઑર્ડર પાકો હતો.. કેમ કે મેરીટ એંસી ઉપર જાય તો લન નિકુલ તો એમાં આવતો હતો..
  નિકુલ ને છાયા આવનારા સમય સોહામણા સપના સજાવા લાગ્યા .
     પણ જયારે મહિના પર મહિના વીતતાં ગયા ...તયારે નિકુલના માથા પર ચિંતા ઝબકી !
    હવે .....કોઈ અજાણ્યા વિસ્તારમાં હતો.  બહુ ઓછું બોલતો..ગામના છોકરા ને શીખવતો ને બસ ભરતીની રાહમાં દિવસો કાઢતો રહ્યો .
   એક , બે , ત્રણ , ચાર નહિ પણ સાત સાત મહિના ગયા પણ ભરતી તો શું ભરતી નો પણ છાપામાં આવ્યો ત્યારે નિકુલ ને થયું હવે નિર્ણય લેવો પડહે....
   ને નિકુલ છાયા ને બોલાવી ...
   દિવસે કોઈ અપરાધી હોય એમ ઘરેથી નીકળ્યો .
  બસમાં બેઠો .
   આગળના ગામથી છાયા બેસવાની હતી .
   ગામ પોહચી તો છાયા , એની નેની બેન , એની ભાભી એનેમુકવા આવ્યા હતા .
' નિકુલ કુમાર કેમ સો ? અમારી બેન બા નું ધ્યાન રાખજો હાં કે ! '
નો ટહુકો કરી જતાં રહ્યાં.  છાયા અને તેની નાની બેન નિકુલ સાથે ગોઠવાયા .
 નિકુલ જોઈ રહ્યો . છાયા કેટલી સુંદર હતી . મેકઅપ વગર પણ કોઈને પણ શરમાવે આવી . આને તો કોઈ પણ નોકરી વાળો માણસ લઈ જાય . પણ મારા જેવા સાથે સે ખુશ રેસે ને...એનાં વિચારમાં છાયા સાથે ' કેમ છો ? ' સિવાય કંઈ બોલી પણ શક્યો... કે ... સામે જોઈ શક્યો....!
શહેર આવ્યું .
એક મંદિરે બધા દર્શન કરવા ગયા ..
   દર્શન કરી છાયાની નાની બેન સમજતી હોય એમ
' જીજુ હું આવું હો.. સામે થોડી વાર હિંચકા ખાઈ લવ ' કહી મંદિરમાં પટાંગણમાં બનેલા બગીચા જેવા ભાગમાં ઉપડી ગઈ .
થોડીવાર કોઈ કઈ બોલ્યું . મૌન .......ચાલ્યું .
' કેમ કઈ બોલતા નથી ? ' છાયા આખરે બોલી .
' કેમ ? '
' પુરા રસ્તામાં પણ કઈ બોલ્યા . કઈ ખોટું લાગ્યું છે ...મારાથી ? '
' ના ...'
' તો ...? '
 છાયા જોઈ રહી . કઈક તો છે ...
' તમે મને કહી શકો છો....! '
કેટલું અદભુત વાક્ય !
' તને ખબર છે સાત મહિના થયા પણ હજી ભરતીના કઈ ઠેકાણા નથી...! '
   છાયા સમજુ હતી . એક યુવાન ના અને પણ રીતે શિક્ષિત યુવાન શુ વિચારતો હશે... સમજી ..ગઈ .
' આમ જુવો .. '
નિકુલ મહા મુસીબતે છાયા  સામે જોઈ શક્યો .
કેટલો વિશ્વાસ તગતગતો હતો એની માસુમ આંખોમાં ...
' ચિંતા કરો ..બધું સારું થઈ જશે....'
' પણ...'
' પણ બણ કઈ નહિ... ને એક વાત કહી દઉં...એમ સમજતા કે હું ભરતી આવશે તો સાથે રહીશ....ભરતી આવે કે આવે ....નોકરો મળે કે મળે ....હું છું ! '
 નિકુલ જોઈ રહ્યો....
   એક નાના એવા ગામડાની યુવતી કેટલી ઊંચી છે ને એનાથી પણ ...
  ' પણ ...'
' મેં શુ કીધું....હું છું.....! '
  ને નિકુલ ના ચેહરા પર કોઈ તેજ આવી ગયું . કદાચ છાયા એનો સ્ત્રોત હતી.
અને બન્ને થોડીવાર પછી હસી પડયાને જયારે પરત વળ્યાં તયારે છાયાનો હાથ નિકુલના હાથમાં હતો...
  જઈ ત્યારે પણ...
' સાંભળો...'
'.....'
' એક જોડ લઇને આંગણે પોહચી જજો....હું આવતી રહીશ....! '
 ને પછી ... કઈક શરમ આવી તે ભાગતી થઈ.
   ★★★★★■★
    બીજા દિવસે છાપામાં એચ ટાટ પાસ યુવાન 19 મહિના થવા છતાં ભરતી આવતા આપઘાત કરી લેતા મૃત્યુ પામ્યાના સમાચાર હતા ....નિકુલના હાથમાં છાપું એમ રહ્યું....
પોતાને યુવાન ની જગ્યાએ મૂકી જોયો.....પણ તરત જાણે એનાં અંતર મન માંથી અવાજ આવ્યો...
  ' હું છું ! '
   ને બાજુનાં આંબાના ઝાડ પર કોયલ મીઠું ગાઈ રહી હતી
લે
ખક શ્રી - -  - મહેશ ગોહિલ 

Popular Posts

Back To Top